ભારતના પુરાતત્વ ખાતા દ્વારા તાજમહેલના મુખ્ય ગુંબજ સુધી જવા માટેની ફીમાં વધારો કરવા માટે એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ASIના આ પ્રસ્તાવ પછી હવે વિદેશી પર્યટકોની ફીમાં ૨૦૦ રૂપિયાનો વધારો થશે, જયારે ડોમેસ્ટિક યાત્રીઓ માટેની ફીમાં પાંચ ગણો વધારો કરવામાં આવી શકે છે. સ્થાનિક પ્રવાસીઓએ 250 સુધી ફી ચૂકવવી પડી શકે તેમ છે. ફી વધારાથી યાત્રીઓની સંખ્યાને નિયંત્રિત કરી શકાશે.