ગુજરાત કોંગ્રેસ ના પ્રભારી પદેથી ગુરુદાસ કામતને વિદાય આપી દેવામાં આવી છે. હવે તેમના સ્થાને અશોક ગેહલોત ની અધ્યક્ષતામાં 5 સભ્યોની સમિતિ રહેશે. વાઘેલાના વનવગડો બંગલામાં થયેલા શક્તિ પ્રદર્શનમાં ગુરૂદાસની સંડોવણી બહાર આવી છે. શંકરસિંહની સાથે રહીને કામતે કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લીધા હોવાનું પણ રાહુલ ગાંધીને અપાયેલાં એક અહેવાલમાં જણાવાયું છે.