મોટેરાના આસારામ આશ્રમમાં ૨૭ વર્ષ અગાઉ સુરતની મહિલા ઉપર દુષ્કર્મ કરવાના ગુનામાં વર્ષ ૨૦૧૩માં થયેલી ફરિયાદના અનુસંધાને ગાંધીનગર સેશન્સ કોર્ટમાં નવ વર્ષ સુધી ચાલેલી સુનાવણી દરમ્યાન કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે અને ભોગ બનનાર પિડીતાને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા માટે પણ હૂકમ કરવામાં આવ્યો છે. આરોપી આસારામ ગુનાની ટેવવાળો હોવાથી અને અન્ય દુષ્કર્મના કેસમાં જ સજા ભોગવતો હોવાથી મહત્તમ સજાની દલીલને કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.