એઇમ્સમાં સારવાર બાદ કોરોના (Coronavirus)ને મ્હાત આપી ચૂકેલા જોધપુર સેન્ટ્રલ જેલ (Jodhpur Central Jail)માં કેદ સગીરા સાથે યૌન શોષણના દોષી આસારામ (Asaram Bapu)નું ઓક્સિજન લેવલ રવિવારે ફરી એક વાર અચાનક ઓછું થઈ ગયું. તેના કારણે તેમને ફરી એક વાર જેલથી એઇમ્સ મોકલવાની તૈયારી કરવામાં આવી, પરંતુ આસારામે ત્યાં સારવાર કરાવવાનો ઇન્કાર કરી દીધો. ત્યારબાદ આયુર્વેદ યુનિવર્સિટીથી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તપાસ કર્યા બાદ આસારામને હવે જેલમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.