અમદાવાદસ્થિત આસારામના મોટેરા આશ્રમમાં સન્નાટો છવાયો છે. સવારે આસારામને દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કરાયા પછી આસારામની મુક્તિ માટે ચાલી રહેલા હોમ-હવન પૂજા એકદમથી બંધ થઈ હતી. સવારે સ્પીકરથી બહાર સુધી મંત્રાચ્ચાર સંભળાતુ હતું હવે તે પણ બંધ છે. સજા જાહેર થયા પછી મોટાભાગના સાધકો ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યા છે. સવારે ઉત્સાહભેર આવેલા અનેક સાધક ઉદાસ ચહેરે જોવા મળે છે.