આસારામના એક સમયના અંગત અનુયાયીએ કોર્ટના નિવેદનમાં કહ્યું એ પ્રમાણે આસારામ માનતો કે તેના જેવા બ્રહ્મજ્ઞાનીઓ દુષ્કર્મ કરો તો એ પાપ ગણાય નહીં. સેક્સ પાવર વધારવા આસારામ કેટલીક ગોળીઓ ગળતો હોવાનું પણ સાક્ષીઓએ જણાવ્યું છે. આજીવન કારાવાસની સજા પામેલા આસારામના ૪૫૩ પાનાના જજમેન્ટમાં સાક્ષીઓના નિવેદનોથી કલ્પના થઈ શકે કે પોતાનો બ્રહ્મજ્ઞાની ગણાવતો આસારામ કેવા પાપાચાર આચરતો હતો.