સુપ્રીમ કોર્ટે અયોધ્યા પર આપેલા ચુકાદા સામે મુસ્લિમ રાજકીય આગેવાન અસદુદ્દીન ઓવૈસીએ અસંમતિ વ્યક્ત કરી છે. ઓવેસીએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, "મુસ્લિમોએ મસ્જિદ માટે સુપ્રીમ કોર્ટે સરકારને 5 એકર જમીન આપવા માટે જે હુકમ કર્યો છે તેને ફગાવી દેવો જોઈએ. સુપ્રીમ કોર્ટ સુપ્રીમ છે પણ અચૂક નથી." સાથે જ ઓવૈસીએ કહ્યુ હતું કે, "મુસ્લિમો સાથે અત્યાચાર થયો છે. મુસ્લિમો એટલો ગરીબ નથી કે પાંચ એકર જમીન પણ ખરીદીના શકે. હું હૈદ્રાબાદની જનતા પાસે ભીખ પણ માંગુ તો આટલી જમીન ખરીદવાના પૈસા ભેગા થઈ જશે. મુસ્લિમોને કોઈની ભીખની જરુર નથી."