અતીકના પુત્ર અસદને કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી-મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. પોલીસે સુપુર્દ-એ-ખાકમાં પોલીસે 35 નજીકના સંબંધીઓની હાજર રહેવા મંજૂરી આપી હતી. અતીક અહેમદ અને માતા શાઇસ્તા પરવીન પણ તેને જોવા પહોંચી શક્યા ન હતા
માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદ અને શૂટર ગુલામના મૃતદેહો તેમના પરિવારજનોને ઝાંસીથી પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યા બન્નેના મૃતદેહને તેમના ઘરે લઈ જવાને બદલે સીધા જ કબ્રસ્તાનમાં લાવવામાં આવ્યા હતા. આ સાથે તેમના અંતિમ સંસ્કારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી હતી.