શહેરમાં વાતાવરણમાં પલટો આવતા પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડવા સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના દાણાપીઠ, સરદારનગર, કુબેરનગર, નરોડા, રાયપુર, સહિતનાં વિસ્તારમાં વરસાદ વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારોમાં આવેલા પાલડી, નારણપુરા, વાસણા, ગોતા, ચાંદલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં જમાલપુર, નરોડા, નિકોલ, કુબેરનગર અને સરદારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.