સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 68માંથી 40 ન્યાયાધીશનું એડિશનલ જજનું પ્રમોશન પાછું ખેંચી લેવામાં આવ્યુ છે. જો કે 68 પૈકી 28 ન્યાયાધીશોને રાહત મળી છે. 28 જજના પ્રમોશન યથાવત રાખવામાં આવ્યા છે. 68માંથી 40 ન્યાયાધીશનું પ્રમોશન પરત ખેંચી સિનિયર સિવિલ જજ પદ પર નિયુક્ત કરાયા છે. પ્રમોશન અપાયેલા 68માંથી 40 ન્યાયાધીશોનાં પ્રમોશન રદ કરાયા છે.
મહત્વનું છે કે ગુજરાતના સીનિયર સિવિલ જજ કેડરના 2 અધિકારીએ સુપ્રીમમાં અરજી કરી હતી. જે પછી ગુજરાત હાઇકોર્ટે સત્તાવાર નોટીફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા ગુજરાતની નીચલી કોર્ટના 68 જજોના પ્રમોશન પર રોક લગાવાઇ હતી. સુપ્રીમ કોર્ટે જજોના આ પ્રમોશન પર રોક લગાવી હતી.