આરએસએસ ચીફ મોહન ભાગવતે આજે રવિવારે મુંબઈની એક સ્કૂલમાં ધ્વજ વંદન કર્યુ હતુ.
તેમણે કહ્યુ હતુ કે, આપણે ઈન્ટરનેટ અને બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને તે ભારતમાં શોધાયેલી નથી. આપણે ચીન અંગે ગમે તેટલી બૂમો પાડીએ પણ આપણા ફોનમાં જે પણ વસ્તુઓ છે તે ચીનથી જ આવેલી છે. જ્યાં સુધી ચીન પર આપણે નિર્ભર રહીશું ત્યાં સુધી તેની સામે ઝુકવુ પડશે.
આ પહેલા તેમણે કહ્યુ હતુ કે, સદીઓથી ભારત પર આક્રમણ થઈ રહ્યા હતા, સિકન્દરે ભારત પર આક્રમણ કર્યુ તે પહેલાથી ભારત પર આક્રમણકારીઓ ચઢાઈ કરીને આવતા હતા. સદીઓ બાદ 15 ઓગસ્ટે તેના પર પૂર્ણવિરામ આવ્યુ હતુ. આપણે 1947માં આજના દિવસે આપણુ જીવન આપણી રીતે જીવવા માટે મુક્ત થયા હતા.