ટોચની અભિનેત્રી કંગના રનૌત અને મુંબઇ પોલીસ, બીએમસી તથા રાજ્ય સરકાર વચ્ચેના વિવાદમાં સતત વધારો થઇ રહ્યો હતો. કંગનાની મુશ્કેલીઓમાં સતત વધારો નોંધાતો રહ્યો હતો.
મુંબઇ પોલીસે કંગના સામે ડ્રગના વપરાશની તપાસ શરૂ કરી હતી. કંગનાને 14મી સપ્ટેંબરે શૂટિંગ માટે યૂરોપ જવાનું છે. એવા સંજોગોમાં મુંબઇ પોલીસ ધારે તો એને રોકી શકે છે અને કંગનાનું શૂટિંગ શિડ્યુલ ખોરવાઇ શકે છે.
બીએમસીએ તોડફોડ કરેલી ઑફિસમાં બેસીને જ કંગના કામ કરવાની છે. એણે કહ્યું કે આટલી બધી તોડફોડ રિપેર કરાવવાના પૈસા મારી પાસે નથી. હું તૂટેલી ઑફિસમાં બેસીનેજ કામ કરીશ. મુંબઇ હાઇકોર્ટે આ કેસની તારીખ 22 સપ્ટેંબર જાહેર કરી હતી.