બીજા એક મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટે દિલ્હી જળ બોર્ડ (ડીજેબી) સંબંધે કહેવાતા મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને 'આપ'ના નેતા અરવિંદ કેજરીવાલને તા. ૧૮મી માર્ચે જ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યો છે.
એન્ટી મની લોન્ડરિંગ લો નીચે કેજરીવાલને આ બીજો સમન્સ ઇડીએ મોકલ્યો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલીસી અંગે કેજરીવાલ ઉપર એક સમન્સ તો પાઠવવામાં આવ્યો જ હતો.