દિલ્હીમાં આજે 5 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. વોટિંગના એક દિવસ પહેલા જ હરિયાણાના કુરુક્ષેત્રમાં દિલ્હીના પૂર્વ સીએમ અને AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
દિલ્હી અને હરિયાણા વચ્ચે વિવાદ : દિલ્હી અને હરિયાણા વચ્ચે યમુના જળને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ સતત વધી રહ્યો છે. દિલ્હી ચૂંટણીને કારણે યમુનાના પાણીને લઈને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની વચ્ચે તલવારો ખેંચાઈ છે. યમુનાના પાણીમાં ઝેર ભેળવવાને લઈને ઘણી રાજનીતિ ચાલી રહી છે. હુમલા અને વળતા હુમલા કરવામાં આવી રહ્યા છે.