દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરક્ષાના મુદ્દે એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. હુમલાની શંકાના પગલે એમની સુરક્ષાની સમીક્ષા થઈ રહી છે. જો કે એ વિષે કેન્દ્ર સરકાર કે આમ આદમી પાર્ટી તરફથી સત્તાવારપણે કશું જણાવાયું નથી.
ગુપ્તચર સૂત્રોના જણાવાયાનુસાર, ખાલિસ્તાન સંગઠનવાળા લોકો કેજરીવાલ પર હુમલો કરી શકે છે. બે-ત્રણ જણની ટુકડી આ માટે દિલ્હી ભણી આવવા નીકળી છે, જે કેજરીવાલ પર હુમલો કરી શકે છે. આ ટુકડી પંજાબમાં જોવા મળી હતી. અરવિંદ કેજરીવાલે આ માહિતીના સંદર્ભમાં પ્રતિભાવ આપતા જણાવ્યું છે કે ઈશ્વર મને બચાવશે. મારું આયુષ્ય જેટલુ હશે એટલું હું જીવીશ.