દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે EDની કસ્ટડીમાં સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી ગઈ છે. તેમનું શુગર લેવલ સતત ઉપર-નીચે થઈ રહ્યું છે. સીએમ કેજરીવાલનું શુગર લેવલ 46 સુધી ઘટી ગયુ છે. ડોક્ટર્સનું કહેવું છે કે, શુગર લેવલનું આટલું નીચે આવી જવું ખૂબ જ ખતરનાક છે.