દિલ્લીના CM અરવિંદ કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને એક મોટુ નિવેદન આપ્યુ છે. જેમાં તેમણે કહ્યુ છે કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનુ ચાલુ કર્યુ છે, હવે સાંભળવામાં આવી રહ્યુ છે કે રાઘવ ચઢ્ઢાની પણ આ લોકો ધરપકડ કરશે. કયા કેસમાં કરશે અને શું આરોપ હશે, એ હજુ આ લોકો બનાવી રહ્યા છે.'