આપ (આમ આદમી પાર્ટી)ના સંયોજક અરવિંદ કેજરીવાલે ફરી એક વખત કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ગઠબંધન માટે અપીલ કરી છે. કેજરીવાલે આ વખતે દિલ્હીમાં નહીં પરંતુ હરિયાણા માટે ગઠબંધન કરવા માટેની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યુ હતું કે, દેશના લોકો અમિત શાહ અને મોદીની જોડીને હરાવવા માંગે છે. જો હરિયાણામાં જેજેપી, આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે તો હરિયાણાની તમામ બેઠક પર બીજેપીની હાર થશે. અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીને આ દિશામાં વિચારવાનું જણાવ્યું છે.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટી તરફથી દિલ્હીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, કોંગ્રેસે ગઠબંધન માટે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. આ અંગે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી અહંકારી બની ગઈ છે. જો તેમનું આવું જ વલણ રહેશે તો તેમના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થશે.