ગુજરાતી સિનેમાના ઇતિહાસના સાક્ષી રહેલા અરવિંદ જોશી (Arvind Joshi)નું નિધન થયું છે. શુક્રવારે વહેલી સવારે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. અરવિંદ જોશી બોલિવૂડ તેમજ ગુજરાતી અભિનેતા શર્મન જોશી (Sharman Joshi)ના પિતા છે. તેમણે વર્ષ 1975માં આવેલી 'શોલે' ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર (Assistant director) તરીકે કામ કર્યું હતું. અરવિંદ જોશીના નિધન બાદ શર્મન જોશીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
મળતી માહિતી પ્રમાણે અરવિંદ જોશીએ મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈ ખાતે જ કરવામાં આવશે. અરવિંદ જોશી ગુજરાતી થિયેટર એક્ટર અને ડિરેક્ટર હતા. તેઓ ગુજરાતી સિનેમાના ઇતિહાસના સાક્ષી રહ્યા છે.