અરવલ્લી જિલ્લા લોકલ ઈન્ટેલિજન્સ બ્યુરો (LIB)માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો ભરતસિંહ ઝાલા મોડાસાના જીવણપુર પાસેથી રૂપિયા બે લાખની લાંચ લઇ ACBના છટકામાંથી ભાગી છૂટતાં પોલીસબેડા સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોન્સટેબલ પોતાની સ્કોડા કારમાંથી જીવણપુર બોલુંદરા વચ્ચે ફરિયાદીને કારમાંથી ઉતારી દઇ રફૂચક્કર થઇ જતા જિલ્લા પોલીસે ભાગી છૂટેલા કોન્સટેબલને ઝડપી પાડવા નાકાબંધી કરી છે.