ભૂતપૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીને શુક્રવારે સવારે 11 વાગ્યે એઇમ્સમાં દાખલ કરાયા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, આરોગ્યમંત્રી હર્ષવર્ધન સહિતના ઘણા નેતા તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જેટલી કિડની તથા અન્ય બીમારીથી પીડાય છે. જેટલી 2000થી 2018 સુધી ગુજરાતમાંથી ત્રણવાર રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં ઉત્તર પ્રદેશથી તેઓ રાજ્યસભામાં ગયા હતા. અગાઉની મોદી સરકારમાં તેઓ નાણામંત્રી હતા. ડોક્ટરોએ કહ્યું છે કે તેમની સ્થિતિ હાલ સ્થિર છે.
તેઓ પોતાની ઈલાજ માટે 13 જાન્યુઆરીએ ન્યૂયોર્ક ગયા હતા અને ફેબ્રુઆરીમાં પરત ફર્યા હતા. જેટલીએ એપ્રીલ 2018થી ઓફિસ જવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ એઈમ્સમાં સારવાર બાદ તેઓ ઓગસ્ટમાં ફરી ઓફિસ જવા લાગ્યા હતા.