Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમ370 દૂર કરવામાં આવી છે અને આ મામલે કોંગ્રેસ પાર્ટીમાં મોટા પાયે મતભેદો જોવા મળ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ સુંધી તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી પણ કોંગ્રેસનાં નેતાઓએ મોદી સરકારનાં આ નિર્ણયને ટેકો આપ્યો છે.

કોંગ્રેસનાં સિનિયર નેતા જનાર્દન દ્વિવેદીએ સોમવારે કહ્યું કે, આર્ટિકલ370 એ એક ઐતિહાસિક ભૂલ હતી પણ સરકારે તે ભૂલને સુધારી. નરેન્દ્ર મોદી સરકારને

આ મુદ્દે ટેકો આપતા દ્વિવેદીએ કહ્યું કે, રાષ્ટ્ર માટે આ એક સંતોષકારક વાત કહેવાય કે ઐતિહાસિક ભૂલને સુધારી. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ આર્ટિકલ370 ઇચ્છતા નહોતા. હું ડો. રામ મનોહર લોહિયા નીચે તૈયાર થયો છું. તેઓ આ આર્ટિકલનાં વિરોધમાં હતા. વ્યક્તિગત રીતે કહું તો, આર્ટિકલ370ને હટાવવાની એક રાષ્ટ્રીય સ્તેર સંતોષકારક કામ થયું છે,”

જોકે તેમણે કહ્યું, આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે. આ નિર્ણય ઘણો મોડો લેવાયો છે પણ હું તેનું સ્વાગત કરું છું,”.

દ્વિવેદીએ જણાવ્યું કે, રાજ્યસભાએ આ બિલ પાસ કર્યું છે અને લોકસભામાં પણ તે પાસ થઇ જશે.

કોંગ્રેસનાં પૂર્વ સાંસદ ડીપેન્દર હૂડાએ ટ્વીટ કરીને કહ્યું, “મારું વ્યક્તિગત માનવું છે કે, આર્ટિકલ370ની કોઇ જરૂર નથી. સરકારનું આ પગલું માત્ર ભારતનાં જ નહીં પણ જમ્મુ-કાશ્મીરનાં હિતમાં છે. કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ છે. સરકારની એ જવાબદારી છે કે, શાંતિપૂર્ણ વાતાવરણમાં તેનો અમલ કરે,”.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ