જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લાએ ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, કાશ્મીરમાં ચીનની મદદથી કલમ 370 ફરી લાગુ થશે તેવી મને આશા છે.
તેમણે કહ્યુ હતુ કે, કલમ 370ને ફરી લાગુ કરવા માટે અને જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો અપાવવા માટે હું કટિબધ્ધ છું.સંસદના ચોમાસુ સત્રમાં પણ તેમણે 2019 પહેલાની સ્થિતિ બહાલ કરવા માટે માંગણી કરી હતી.
ફારુખ અબ્દુલ્લાની માંગણી હતી કે, કાશ્મીરમાં જે સ્થિતિ છે તેના પર બોલવા માટે અમે સંસદ ભવનમાં સમય માંગ્યો હતો પણ અમને આ તક અપાઈ નહોતી.દેશની જનતાને ખબર હોવી જોઈએ કે કાશ્મીરમાં વાસ્તવિક સ્થિતિ કેવી છે.કાશ્મીરમાં હજી લોકો ટુજી ઈન્ટરનેટ વાપરે છે અને આખા દેશમાં લોકો પાસે ફોરજીની સુવિધાઓ છે.સરકાર બોલે છે કશું અને કરે છે કશું, કાશ્મીરમાં ગરીબી વધી ગઈ છે અને લોકો પાસે રોજગાર નથી.