રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જયંતી નિમિત્તે બુધવારે કેન્દ્ર સરકારે જમ્મુ કશ્મીરના નજરકેદમાં રહેલા નેતાઓને મુક્ત કરવાની ઔપચારિક જાહેરાત કરી છે. જોકે તમામને એવી ચેતવણી આપવામાં આવી છે કે કોઇ વિવાદાસ્પદ નિવેદન કરીને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની પ્રણાલી ખોરવવાના પ્રયાસો નહીં કરતા. જાણકારી મુજબ રાજ્યમાં થનારી બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.