પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની હતી, જેનાથી વડાપ્રધાન મોદી પંજાબમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. જોકે મોદીનો કાફલો ફિરોઝપુર પહોંચે તે પહેલા જ ભારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો સામનો કરવો પડયો હતો. રસ્તામાં આવેલા એક ફ્લાયઓવર પર પીએમ મોદીના કાફલાને ખેડૂતોએ રોકી લીધો હતો. જેને પગલે ૨૦ મિનિટ સુધી મોદીનો કાફલો અટકી પડયો હતો. બાદમાં પીએમ મોદીની આ રેલીને રદ કરી દેવી પડી હતી. બીજી તરફ પીએમ મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું હતું કે હું એરપોર્ટ જીવતો પહોંચ્યો તે બદલ મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરજો.