ગુજરાતીઓને ગરમીનો અનુભવ થાય અને કેરી યાદ આવે. તો કેરીપ્રેમીઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. જુનાગઢમાં કેસર કેરીનું આગમન થઇ ગયુ છે. તલાલા પંથકની કેસર કેરીનો ચાહક વર્ગ ઘણો વધારે છે. ત્યારે કેસર કેરીના આગમનથી વેપારીઓ સહિત ગ્રાહકોમાં ભારે ઉત્સાહ છવાયો છે.
તાલાલા પંથકની કેસર કેરી જુનાગઢ યાર્ડમાં આવી હતી. આજે 15 જેટલા બોક્ષની હરરાજી થઇ હતી. 10 કિલોના બે હજારથી 2500 રૂપિયા જેટલા ભાવ બોલાયા હતા.