ગુજરાતમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે મોડી રાત્રે સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકમાં વરસાદ થયો હતો. બીજી તરફ શનિવારે (આઠમી જૂન) રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. વામાન વિભાગની આગાહી અનુસાર, નવમી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.