આવતીકાલથી કેરળમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે તેમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કેરળમાં ચોમાસુનું આગમન સામાન્ય તારીખ કરતા બે દિવસ વિલંબથી થશે.
કેરળ પર ચોમાસાના વાદળો છવાઇ ગયા છે અને દક્ષિણ અરબી સમુદ્રમાં પવનોની શક્તિ પણ વધી ગઇ છે. સેટેલાઇટ દ્વારા મળેલા ફોટા દર્શાવે છે કે કેરળના દરિયાકાંઠે અને તેની આજુબાજુના દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્ર પર વાદળોનું પ્રમાણ વધ્યું છે.