વિરમગામના ધારાસભ્ય અને ભાજપ નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ ઇશ્યું કરવામાં આવ્યું છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન એક સભામાં આચારસંહિતાનો ભંગ કરવાના કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટ દ્વારા આ વોરન્ટ ઇસ્યું કરવામાં આવ્યું છે.
રાજ્યભરમાં અનામત આંદોલનની આગ ફેલાઈ ગઇ હતી. એ વખતે પાટીદાર નેતા બનીને ઉભેરલા હાર્દિક પટેલ અનેક સ્થળોએ સભાઓ અને બેઠકો કરતા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પણ હાર્દિક પટેલ દ્વારા એ સમયે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આચારસંહિતાનો ભંગ થતાં હાર્દિક પટેલ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતાં મુદ્દત દરમિયાન હાર્દિક પટેલ હાજર રહેતા ન હતા. મુદ્દત સમયે હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ દ્વારા ધરપકડ વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.