પૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. પ્રોવિડન્ટ ફંડ કેસમાં લાગેલા આરોપો બાદ ઉથપ્પા સામે વોરંટ ઈશ્યૂ કરાયો હતો. PF પ્રાદેશિક કમિશનર શદક્ષરી ગોપાલ રેડ્ડી તરફથી આ વોરંટ જારી કરાયું છે અને પુલકેશનગર પોલીસને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે.