મહારાષ્ટ્ર રાજ્યના સલ્પસંખ્યાક પ્રધાન અને એનસીપીના નેતા નવાબ મલિકની આજે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી)એ મની લોન્ડરિંગના મામલામાં ધરપકડ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. અંડરવર્લ્ડ અને ડી-ગેન્ગ સાથે સંબંધિત આર્થિક ગેરવ્યવહારના આરોપસર અંદાજે આઠ કલાકની પૂછપરછ બાદ મલિકને પકડવામાં આવ્યા હતા. ઠાકરે સરકારના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખની અગાઉ મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ થઇ હતી. હવે બીજા પ્રધાનની ધરપકડ થતા સરકારને જોરદાર ઝટકો લાગ્યો છે. એનસીપીના કાર્યકર્તાઓ મલિકની ધરપકડનો વિરોધ કરી આક્રમક બન્યા હતા તેમણે ઘોષણાબાજી કરી હતી. બીજીતરફ ઇડીની ઓફિસ પાસે પોલીસનો જડબેસલાખ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાજકીય દુશ્મનાવટને લીધે મલિક સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનો આરોપ એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના નેતાઓએ કર્યો હતો.