નારાયણ સાંઈ તેમજ આસારામ સામે દુષ્કર્મ સહિતની ફરિયાદો ચાલી રહી છે. નારાયણ વિરુદ્ધ દુષ્કર્મના કેસ નોંધાવનાર ફરિયાદ પર હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસની ટીમે બાતમીની આધારે વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે. દરમિયાન અગાઉ સુરતમાં આવેલા આસારામના આશ્રમમાંથી વાસુ નામના વ્યક્તિને ઝડપી પડાયો હતો તો બીજી તરફ હત્યાનો પ્રયાસ કરનાર આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર સાહુનું પણ નામ સામે આવ્યું હતું અને તે 2014થી ફરાર હતો.