સંસ્કારી નગરી વડોદરામાં એક શરમજનક ઘટના સામે આવી છે. સ્વિમિંગ પુલની નજીકમાં આવેલા બંગલોમાંથી એક યુવક નહાતી મહિલાઓનો વીડિયો ઉતારતા ઝડપાઇ ગયો છે. ઘટના છે વિલા ક્લબની કે જ્યાં મહિલાઓ સ્વિમિંગ કરી રહી હતી. તે દરમિયાન આકાશ પટેલ નામનો શખ્સ તેમનો વીડિયો ઉતારી રહ્યો હતો. આ સમયે ક્લબના મેનેજરની નજર આ શખ્સના કૃત્ય પર પડી અને મેનેજરે વીડિયો ઉતારતા આ શખ્સનો જ વીડિયો ઉતારી લીધો હતો. આ શખ્સની પોલ ખુલી જતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ પોલીસે આ શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.