આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જો કે, એક વર્ષ જૂના કથિત એક્સટૉર્શન કેસમાં પોલીસે પહેલા તેમને કસ્ટડીમાં લીધા હતા, પરંતુ બાદમાં ધરપકડ કરી લેવાઈ. નરેશ બાલિયાન અને ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફ નન્દૂના કથિત વાઈરલ ઓડિયો મામલે પોલીસ પૂછપરછ કરી રહી છે.