આપ અને ભાજપ દિલ્લી સરકારની દારૂની નીતિને લઈને આમને-સામને છે. ભારતીય જનતા પાર્ટીએ સ્ટિંગ ઑપરેશનનો એક વીડિયો જાહેર કર્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે કેમેરામાં દેખાય છે તેમણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ સ્ટિંગ ઑપરેશન પર ભાજપને મનીષ સિસોદિયાએ સીધો પડકાર આપ્યો છે. મનીષ સિસોદિયાના આ પડકાર પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના વખાણ કર્યા છે.