હાથરસમાં મચેલી નાસભાગમાં લગભગ 121 લોકોએ જીવ ગુમાવતાં આખા ભારત સહિત દુનિયાભરમાં આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. આ મામલે પોલીસે ગઈકાલે જ લગભગ 6 જેટલાં સેવાદારોની ધરપકડ કરી હતી પરંતુ ભોલે બાબા વિરુદ્ધ ન તો એફઆઈઆર થઇ કે ન તો તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અને લોકસભામાં વિપક્ષના લીડર રાહુલ ગાંધી હાથરસ પીડિતોની મુલાકાત લેવા પહોંચી ગયા હતા. આજે તેમની હાથરસમાં પીડિતો સાથે મુલાકાત થઇ હતી. જ્યાં પીડિતોએ તેમની સામે માગ કરી હતી કે ઢોંગી બાબાની ધરપકડ કરવામાં આવે.