મુંબઇ હાઇકોર્ટે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને આંચકો આપતાં તેમની જામીન અરજીને ફગાવી દીધી છે. કોર્ટે અર્નબને નીચલી અદાલતમાં જામીન અરજી દાખલ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક ઇન્ટિરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં રાયગઢ પોલીસે ચાર નવેમ્બરના રોજ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી. મુંબઇ ખાતેના તેમના નિવાસસ્થાનેથી રાયગઢ પોલીસે તેની ધરપકડ કરી હતી. કોર્ટે અર્નબને ૧૪ દિવસના ન્યાયિક કસ્ટડીમાં સોંપ્યો હતો.