રિપબ્લિક TVના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને ડિબેટ દરમિયાન સોનિયા ગાંધી પર ટિપ્પણી કરવાના મામલામાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તમામ FIR પર સ્ટે આપ્યો છે. નાગપુરમાં દાખલ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મુંબઈ પોલીસ કમિશ્નરને અર્નબ અને તેની ચેનલને સુરક્ષા આપવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે વચગાળાના આદેશમાં ગોસ્વામીની વિરુદ્ધ 3 સપ્તાહ સુધી કોઈ પણ કાર્યવાહી કરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. આ દરમિયાન અર્નબ જામીન માટે અરજી દાખલ કરી શકે છે.