જમ્મુ કાશ્મીરના પુર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવેદનને લઈને પુલવામાં હુમલાને લઈને રાજનીતિ ચાલી રહી છે ત્યારે હવે સેના પર વધુ એક ભયાનક હુમલો થયો છે. આ હુમલામાં 5 જવાનો શહીદ થયા છે. સામે આવી રહેલા અહેવાલો અનુસાર, આ ઘટના પુંછ-જમ્મુ હાઈવે પર બની છે. હાઈવે પર જઈ રહેલા સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કરાયો હતો. આ હુમલા બાદ ટ્રકમાં આગ લાગી ગઈ હતી.