મુંબઈની રિઝર્વ બેંક (આરબીઆઈ)ની ઈમારતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ફોન આવતા ખળભળાટ મચી ગયો છે. ફોન કરનાર વ્યક્તિએ આરબીઆઈના કસ્ટમર કેર સેન્ટરને પાકિસ્તાનથી ફોન કરીને જણાવ્યું હતું કે તે 'લશ્કરે- એ- તોઈબા' સીઈઓ બોલી રહ્યો છે અને બેન્કની ઈમારતના પાછલા ગેટ બંધ કરી નાંખો એક ઈલેકટ્રિક કાર ખરાબ થઈ ગઈ છે' આટલું બોલ્યા બાદ આ વ્યક્તિએ કોલ ડિસ્કનેકટ કરી દીધો હતો.