ચીન અને પાકિસ્તાન તેમ બંને તરફથી ભીંસ તોળાઈ રહેતાં રાષ્ટ્રની સુરક્ષા અને સલામતી બંને સામે ભય ઉપસ્થિત થતાં સેના માટે યુદ્ધ સમય જેવી જ ક્ષમતા અને તૈયારીઓ દરેક પળે ટોચ ઉપર જ રહેવી જોઇએ. તેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અહીં ચાલી રહેલી અર્ધ-વાર્ષિક સેનાનીઓની પરિષદમાં જણાવ્યું હતું. આ પરિષદ દર વર્ષે એપ્રીલ અને ઓક્ટોબર નવેમ્બરમાં યોજાય છે.