ભારત-ચીનની વચ્ચે એલએસી પર ચાલી રહેલા તણાવને લઈને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે જણાવ્યું છે કે, દેશના સશસ્ત્ર દળ કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. રક્ષા બાબતોની સંસદીય કમિટીની સમક્ષ સીડીએસએ આ વાત જણાવી છે.
જનરલ રાવતે કમિટીને જણાવ્યું કે, એલએસીની આજુબાજુ યથાસ્થિતિમાં ફેરફાર માટેના ચીનના પગલાને રોકવા માટે સેનાએ યોગ્ય પગલા લીધા છે. તેમણે જણાવ્યું છે કે, આપણા જવાન સજાગ છે અને તેઓ કોઈપણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપશે.
જનરલ રાવતે આ મહિનાની શરૂઆતમાં યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દરમિયાન પણ આવા જ પ્રકારના વિચાર વ્યક્ત કર્યા હતા.