કાશ્મીરી પંડિત સુનીલ ભટની હત્યાએ ફરી કાશ્મીરમાં પંડિતોની સુરક્ષા અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે. હવે એવા અહેવાલો છે કે સરહદેથી આતંકીઓ માટે મોટા પાયે હથિયારો ઘુસાડવામાં આવ્યા છે જેનો ઉપયોગ કાશ્મીરી પંડિતોની હત્યા માટે થઇ શકે છે. હાલ રાજોરીમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, આ દરમિયાન આતંકીઓ છટકીને ભાગી ગયા હોવાથી જમ્મુમાં સૈન્યને હાઇ એલર્ટ કરાયું છે.
આતંકીઓ રાજૌરીના જંગલોમાં જોવા મળ્યા હતા, ત્રણ જેટલા આતંકીઓ આ વિસ્તારમાંથી છટકીને અન્ય કોઇ સ્થળે છુપાઇ ગયા છે. જેને પગલે હાલ મોટા પાયે જમ્મુમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. કાશ્મીરી પંડિતો પર હુમલા વચ્ચે આ આતંકીઓ છટકીને ભાગવામાં સફળ રહ્યા છે જેને પગલે પોલીસ અને સૈન્યને હાઇ એલર્ટ કરાયા છે.