જમ્મુ-કાશ્મીરના રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ત્રીજો હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટીંગ બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રિયાસીના જંગલમાં અને ડોડામાં એન્કાઉન્ટર ચાલુ છે.