શુક્રવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના શોપિયાના કપરીન વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એકવાર અથડામણ થઈ હતી. આતંકીઓની માહિતી પર સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ સંયુક્ત ઓપરેશનમાં આતંકીઓને શોધી રહી છે. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદનો એક આતંકી માર્યો ગયો છે.