અરુણાચલ પ્રદેશમાં સૈન્યનું વધુ એક હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું, જેને પગલે આ ઘટનામાં ચાર જવાનોના મોત નિપજ્યા હતા. મૃત્યુ પામેલા ચાર જવાનોના મૃતદેહ મળી આવ્યા છે જે તેમના પરિવારને સોપવામાં આવી રહ્યા છે. જ્યારે એક જવાનની હજુસુધી કોઇ જાણકારી નથી મળી શકી, તેની શોધખોળ માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે. જે સ્થળેથી મૃતદેહ આવ્યા છે ત્યાંથી ચીનની સરહદ માત્ર ૩૫ કિમી જ દૂર છે.