મેઘાલયના પાટનગર શિલોંગમાં પરિસ્થિતિ વધારે તંગ બની છે. મુખ્યમંત્રી કોનરાડ સંગમા પણ તાજેતરમાં કલાકો સુધી સચિવાલયમાં જ ઘેરાયેલા રહ્યા હતા. આગમચેતીના પગલા હેઠળ શિલોંગમાં અર્ધલશ્કરી દળોની પંદરથી વધુ ટુકડીઓની તેનાતી કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય લઘુમતી પંચ શિલોંગની મુલાકાતે છે. રાષ્ટ્રીય લઘુમતી પંચ મેઘાલયની સ્થિતિનો તાગ મેળવશે. શિલોંગમાં સ્થાનિક આદિવાસીઓ અને પંજાબીઓ વચ્ચે ઘર્ષણ બાદ સામાન્ય જીવન પ્રભાવિત રહ્યું હતું.