જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આર્મી સ્ટાફના 30મા નવા સેનાઅધ્યક્ષ બન્યા છે. રવિવારે આર્મી સ્ટાફના 30મા ચીફ (COAS) તરીકે ચાર્જ સંભાળ્યો હતો.. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહેલા જનરલ મનોજ પાંડેએ આ જવાબદારી લીધી હતી. દ્વિવેદી આ પદ સંભાળશે તેવી જાહેરાત 11 જૂને કરવામાં આવી હતી. ત્યારે હવે આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આ પ્રસંગે તેઓએ પરિવારના વડીલ સભ્યોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.