ચીન સાથે એલએસી અને પાકિસ્તાન સાથે એલઓસી ઉપર ચાલી રહેલા સતત સંઘર્ષને પગલે ભારત સરકારે સેનાને વધુ શસ્ત્ર સજ્જ કરવા મહત્ત્વનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા સૈન્યની ત્રણેય પાંખને હવે ૧૦ દિવસના બદલે ૧૫ દિવસ સુધી યુદ્ધ લડી શકાય તેટલો શસ્ત્રસરંજામનો અનામત જથ્થો જમા કરવાની પરવાનગી આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ત્રણે પાંખને હથિયારો, દારૂગોળા અને અન્ય સાધન-સામગ્રી વધુ પાંચ દિવસ માટે સ્ટોક કરવાની પરવાનગી અપાતાં સૈન્યનું મનોબળ અને ક્ષમતા બંનેમાં વધારો થશે. યુદ્ધ માટેનો અનામત પુરવઠો હાથવગો હોવાને કારણે ભારતની સેનાઓ એકસાથે ચીન અને પાકિસ્તાનને બંને મોરચે હંફાવી શકાશે. ચીન અને પાકિસ્તાન સાથેના તણાવભર્યા સંબંધોને જોતાં ઘણા સમયથી ભારતીય સેના એકસાથે બે મોરચે યુદ્ધ લડવાની તૈયારીઓ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૈન્યને આપવામાં આવેલા વિશેષ અધિકારો હેઠળ આગામી કેટલાક સમયમાં ૫૦,૦૦૦ કરોડનાં વધારાનાં ખર્ચ સાથે દેશી અને વિદેશી હથિયારો અને દારૂગોળા તથા શસ્ત્રસરંજામ અને રક્ષા સાધનો ખરીદવામાં આવશે.