ભારતે તિબેટ સરહદ પાસે પોતાની સેના વધારી છે. અહીં સેનાના જવાનો તૈનાત કરી દેવાયા છે. અરુણાચલ પ્રદેશથી સીધા ચીન બોર્ડર પર સેનાની હાજરીમાં વધારો કરી લીધો છે. સેનાએ રણનીતિ તરીકે સંવેદનશીલ માનવામાં આવતા દિબાંગ, જાઉ દેલાઈ અને લોહિત ખીણ વિસ્તારમાં સૈનિકો તૈનાત કર્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથે થયેલા ડોકલામ વિવાદ પછી આ ફેરફાર કરવામાં આવ્યા છે.